વિભાગ – ક નીચે આપેલાં પ્રશ્નોના જવાબ 800 શબ્દોમાં લખો.
1. પ્રવાસનના સ્વરૂપો અને પ્રકારો સમજાવો?
જવાબ:- આજે લોકો પ્રવાસનમાં અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આમાં સાપ્તાહિક ટૂંકી મુસાફરીઓ સપ્તાહના અંતની રજાઓ અથવા રજાઓ દરમ્યાનની લાંબી સફરો વગેરેનો સમાવેશ કરી શકાય. મોટી ઉંમરના નિવૃત્તિ વેતન મેળવનારાઓનું ઓછા ભાવ હોય કે વાતાવરણ સારું હોય ત્યાં નિવૃત્તિસમય ગાળવાનું સ્વપ્ન હોય છે. કોઇપણ બાહ્યદબાણ વગર લાખો લોકો તેમની પોતાની મુક્ત અંતરેચ્છા અનુસાર પ્રવાસધામોમાં ટોળે વળે છે. (ભેગાં થાય છે) મોટરકારોની લાંબી કતારો, બસગાડીઓનાં ટોળાં તેમજ રેલગાડીઓ તથા જમ્બો જેટ વિમાનો વિશ્વભરમાં જતાં હોય છે. એને પરિણામે કિનારાઓ અત્યંત નાના બની ગયા છે. દુકાનો તેમજ રેસ્ટોરંટ માણસોથી ઉભરાઈ રહી છે. બંદરોની સુવિધા તેમજ પર્યાવરણ અરિક્ષત બનીને વર્ષોના ઘંસારા તેમજ વપરાશના થાકથી લચી પડયાં છે. અને સમગ્ર જગત સંકોચાઈ ગયું છે. લોકોની સંખ્યામાં થતી વૃદ્ધિ માટે કામ કરવાનો હેતુ બીજો કોઈ જ નહીં પણ લોકોને આ પ્રવાસનમાં રસ લેતા કરવાનો જ છે. આધુનિક પ્રવાસન એ આપણા સમયની એક અત્યંત આશ્ચર્યજનક ઘટના છે. પ્રવાસન આપણને માનવજાતને સમૃદ્ધ કરવાનું તેમજ ઉત્તમ જિંદગી તથા ઉત્તમ સમાજના ઘડતર માટેના ધ્યેય માટે શું ફેરફાર કરી શકાય તે શિખવાની તક પૂરી પાડે છે. પરંતુ રૂઢિવાદીઓ આ ચીજો બદલવા માંગે છે. તેઓ વિસ્તરતા જતા 'ભૂમિદ્રશ્યો ભક્ષકો' ('Landscape eaters') કે જેમણે ગ્રામ્ય વિસ્તારોને ઘણામોટા સ્થળાંતરો દ્વારા રૂપાન્તરિત કરી મૂકેલ છે તેમને રોકવા ઇચ્છે છે
પ્રવાસન સ્વરૂપ અને પ્રકારો સમાજનાં બદલાતાં જતાં મૂલ્યોના પરિપ્રેલ્પમાં જ ઉદ્ભવે છે. દાખલા તરીકે આધુનિક સમાજમાં 'થવા'ના મૂલ્યનું સ્થાન 'હોવા'ના મુલ્યોએ લઈ લીધું છે. 'ભોગવટો', 'મિલકત', 'સંપત્તિ', 'અહમ્' તેમજ વપરાશનું મહત્ત્વ કોમ (જાતિ), વિનમ્રતા, સમજદારી તથા નિરાભિમાનીપણા કરતાં વધી જવા પામ્યું છે. તેના પરિણામ સ્વરૂપે વિશ્વના તમામ ભાગોમાં
• અર્થકારણનું સ્વરૂપ સંપત્તિમાં ધ્યાન વધારનારું, શ્રમનું વિભાજન કરનારું તેમજ તજરાતાવાળું બની જવા પામ્યું છે.
• બદલી શકાય તેવાં સાધનોની માફક પર્યાવરણને પણ ગણવું,
• નકારાત્મક પાસની કોઈ ગણતરી કર્યા વગર જ પારિસ્થિતિક તંત્રની મર્યાદાને ખેંચી-તાણીને લાંબી કરવી,
• ઉર્જા પદ્ધતિ સુધી પહોંચવાના લોકોના હક્કોને સતત ધોઈ નાંખવા, વગેરે.
કામ/આરામ, જાગવું ઊંઘવું પરિશ્રમ/આરામ આવક/ખર્ચ, કામ/કુટુંબ, સ્વતંત્રતા/જરૂરિયાત, જોખમ/સલામતી વગેરે જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી પ્રવાસનનાં સ્વરૂપો ઉદ્ભવે છે. એજ રીતે, ગંદકી, પોંઘાટ, પસારો, પ્રદૂષણો તથા તકલીફ વગેરે આવાં તણાવો (ખેંચ)ની મુખ્ય અભિવ્યક્તિ છે. આવા સંદર્ભોમાંથી દૂર જવાની શક્યતા અત્યંત મહત્ત્વની છે.
એટલા માટે પ્રવાસન માટેની મહેચ્છાને સામાજિક સંકલ્પ ગણાય. સરકાર પ્રવાસનને પ્રોત્સાહિત કરે છે. લોકો પોતાની રજાઓ અંગે વાત કરે છે. યુનિયનો(સપો) રજાઓને સમર્થન આપે છે. સ્વાસ્થ્ય વિમા યોજનાઓ આવા સ્થળોની મુલાકાતોને આવરી લે છે, રજાઓ ગાળવાનાં સ્થળો અને સંસ્થાઓ માટે કર રાહતો તથા કર્મચારીઓને બોનસના નાણાં ચૂકવવાને બદલે પ્રવાસ માટેની રકમ ચૂકવવામાં આવે છે. ઋતુ ખિલવાને લીધે ઘરથી દૂર જવાની પ્રેરણા વધુ મજબૂત બને છે. વાર્ષિક વેકેશનો, પ્રસાર માધ્યમો, સાહિત્ય તથા ફેશન વગેરે પણ રજાગાળવાની વૃત્તિને મજબૂત બનાવે છે. પ્રવાસન ઉદ્યોગ મનોરંજન અને મોજમજાની લલચાવનારી ઓફરો દ્વારા આ(વાસના)ને ધાર ચટાવે છે(સતેજ કરે છે) મુક્ત બજારના અર્થતંત્રની સુસ્થાપિત સિદ્ધાંતોવાળી સીમાઓમાં રહીને કરવામાં આવતાં નવસર્જનની પ્રક્રિયાઓના ધંધાદારીકરણ ભૂતકાળમાં કે જૂના સમયના સામ્યવાદી રાષ્ટ્રોમાં રજા ગાળવાનાં મથકો અને મર્યાદિત વિદેશ પ્રવાસ વગેરે કામદારો માટે નાણાકીય સહાયવાળા બનાવી દીધો હતો. ભારતમાં આજે પણ પરિવતન રાહત જેને આપણે એલ ટી.સી. (Leave Travel Concession) કહીએ છીએ તે અને મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને રજા ગાળવાના સ્થળો પણ પૂરાં પાડે છે. પરંતુ પ્રવાસન પ્રાથમિક પણે હજુ ખાનગી સાહસ જ રહેવા પામેલ છે. એક પર્યટક માહિતીપત્રકનો અભ્યાસ પર્યટક મુલાકાતનું સફળ આયોજન કરવા માટે સૂચક ગણાય છે
પર્યટનના સ્વરૂપો:
1. ઘરેલું પર્યટન: પોતાના દેશની અંદર પર્યટન, જ્યાં નાગરિકો લેઝર અથવા વ્યવસાય માટે તેમના દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરે છે.
2. આંતરરાષ્ટ્રીય પર્યટન: પર્યટન જેમાં રાષ્ટ્રીય સરહદો પાર કરીને મુસાફરી કરવાનો સમાવેશ થાય છે, જ્યાં વ્યક્તિઓ લેઝર અથવા વ્યવસાય માટે અન્ય દેશોની મુલાકાત લે છે.
3. આંતરિક પર્યટન: પર્યટન જેમાં અન્ય દેશોના મુલાકાતીઓ ચોક્કસ દેશની મુલાકાત લે છે.
4. બહારગામી પર્યટન: પર્યટન જેમાં દેશના રહેવાસીઓ અન્ય દેશોમાં મુસાફરી કરે છે.
પ્રવાસનના પ્રકાર:-
1. આરામદાયક તેમજ શક્તિવર્ધક : (માંદગી પછી દવા હેર કરવા)
રોજીંદા જીવનમાં આરામ મેળવવા કે હાથે કરવાના કામોને બદલે બેઠા હુકમો કરવાને લીધે ઉભી થયેલ સમાજની તાણ-દબાણમાંથી મુક્તિ મેળવવા માટે. પ્રવાસનની ગણતરી સમય પસાર કરવાના સાધન તરીકે અથવા પ્રવાસધામોમાં જઈ રજાઓનું નુકસાની વળતર મેળવવા અથવા જેને રજાઓ કે વેકેશનની મુસાફરી કે જે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રિસોર્ટ (આશ્રયસ્થાનો) તેમજ દરિયાકિનારે રજાઓ ગાળવા પર પ્રકાશ ફેંકે છે તેમા થાય છે.
2. મુક્તિ:
પ્રવાસન એટલે રોજિંદી વાસ્તવિકતાથી કાલ્પનિક મુક્તિ વિશ્વ તરફનું લોકોનું સમુહગત ઉડ્ડયન.
3. ખબર અંતર :
કુટુંબીજનો તેમજ મિત્રો સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવો, નવા મિત્રો તેમજ પરિચયો કેળવવા, તે પ્રવાસન જગતની સગવડોનો આનંદ ઉઠાવતું ટોળારૂપે જોવા મળતું આ સમૂહ પ્રવાસન છે.
4. સંસ્કાર અને શિક્ષણ:
આવું પ્રવાસન વિશ્વના અન્ય રાષ્ટ્રોને જો કે ઊંડાણપૂર્વક નહીં પણ ઉપર છલ્લી રીતે-સમજવા તેમજ જોવા માટે સ્થળદર્શન પર આધાર રાખે છે.
5. સ્વાતંત્ર્ય :
પ્રવાસન તમને ઘર તેમજ કામકાજમાંથી સ્વાતંત્ર્ય બલે છે અને સુવિધાઓ તથા આરામનો અનુભવ કરવાની દિશામાં લઈ જાય છે.
6. સ્વાસ્થ્ય:
ગરમ તથા ઔષધયુક્ત પાણીથી કટી સ્નાન કરાવતા-સ્પાઝ વરાળ સ્નાન કરાવતાં, લાભાસમયની-અસાધ્ય બિમારી માટે ઉપચાર કરતા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આવું કંઈક કામકાજ કે યોગ કરવા માટે થતાં પ્રવાસોને સ્વાસ્થ્ય પ્રવાસન ગણી શકાય.
7. વિશેષ રૂચિ પર્યટનો :
પર્યટકોની વિશેષ ઋચી અનુસાર ગોઠવાતાં પ્રવાસનમાં તબીબી વિજ્ઞાન, ઐતિહાસિક, પુરાતાત્ત્વિક તેમજ ગોલ્ફ કે માછીમારી જેવા અન્ય શોખ માટે ગોઠવવામાં આવતાં પ્રવાસનો સમાવેશ થાય છે.
8. સાહસ તેમજ વન્યજીવન :
આધુનિક સભ્યતા-સંસ્કૃતિથી ઘણા દૂર પાલખી ઉપકનારાઓ તેમજ નોકર ચાકરી અને ખબરી, થે, હાથીઓ અથવા જીપગાડીઓ દ્વારા પ્રવાસનની મઝા માણતા ટ્રેડીંગ (પગપાળા પ્રવાસ) અને હાઇકિંગ (થોડું ચાલવું થોડુ સાધન દ્વારા જવું અથવા જંગલમાં ઉદ્દઘ સુધી જવું) અને પ્રથમ દરજાની હોટલની સુવિધાઓવાળી કેમ્પલાઈફની મઝા લૂંટવા માટેના પ્રવાસનનો આમાં સમાવેશ થાય છે.
9. સંમેલન કે સભા-પ્રવાસન
ફુરસદના સમયનું કામકાજ સાથે સંયોજન કરવા, પ્રવાસધામોમાં થતા સભા-સંમેલનો કે બેઠકોનાં આયોજનોનો પ્રવાસનમાં સમાવેશ થાય છે.
વિભાગ – ખ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ 400 શબ્દોમાં લખો.
1. પ્રાચીન સામ્રાજ્યો અંગે વિગતે ચર્ચા કરો ?
જવાબ:- પશ્ચિમના દેશોમાં ઈરાની સામ્રાજ્યમાં પ્રવાસની સ્થાપના થઈ અને તેની પરાકાષ્ટ રોમન સામ્રાજ્ય દરમ્યાન આવવા પામી. પૂર્વના દેશોમાં ચીનના દરિયાકિનારાનાં સામ્રાજ્યો અને ભારતમાં મૌર્ય સામ્રાજ્ય પ્રવાસીઓને ખૂબજસરસ સુવિધાઓ પૂરી પાડવા માટે જાણીતાં હતાં. માર્ગોની જાળ અને પરિવહનનું શાહી જાહેરમાર્ગોમાં, દ્વિતીયકળાના માર્ગોનું વેપાર માટે અને ગ્રામ્યપથનું પણ વ્યવસ્થિકરણ-સ્થાપન થવા પામ્યું હતું. પ્રવાસ માટેના માળખાંઓમાં સરાય, વિશિઓ, લોજ તેમજ પંથાગાર વગેરે સામાન્ય બાબતોનો સમાવેશ થતો હતો. વળી કૂવાઓ ખોદવામાં આવતા હતા. સંરક્ષણ માટેની ચોકીઓ યોગ્ય અંતરે નાંખવામાં આવી હતી તેમજ ડાક ચોકીઓ પણ સ્થાપવામાં આવી હતી,
આ સમયે પ્રવાસ તથા પ્રવાસનની ઘટના વચ્ચે મોટો ભેદ હતો. રસ્તાઓ પર રાજ્ય તરફથી પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અપૂરતી અને મફતની હતી. સંપન્ન પ્રવાસીઓ ઉત્તમ સુવિધાઓ ભોગવી શકતા. તેમને રસોઇયાઓ ઘરવખરીનો માલસામાન ઉંચકવા નોકર-ચાકરો, તંબુ, પ્રાણીઓ, ખાથસામગ્રી તથા અન્ય માલ સામાન, પાણી પુરવઠા વગેરે પૂરાં પાડવામાં આવતાં, આવી વિગતવાર વ્યવસ્થા એક ચોક્કસ પ્રકારની સુફીયાલી પ્રવાસશૈલીના પુરાવારૂપ હતી.
પ્રાચીન સામ્રાજ્યો:-
1. ઈરાની સામ્રાજ્ય:
ઈરાની લોકોએ પ્રવાસન માળખાંને ઘણું બધું સુધારી દીધું. કારણ કે તેમનું સામ્રાજ્ય ઘણાં મોટા વિસ્તારમાં પથરાયેલું હતું. તેમણે રોડ-રસ્તાઓની આકારણી કરી અને તેમનાં માલવાહક સાધનોને ચાર પૈડાં સુધી વિકસાવ્યાં તથા ઉપરના ભાગ પણ ઢાંકીને ઉપયોગમાં લેવાતા કર્યા. વેપારીઓ પણ હવે ચિંતનશીલ બન્યા અને પ્રવાસનની એક અદ્ભુત ઘટના તરીકે સ્થાપના પણ થવા પામી.
2. રોમન સામ્રાજ્ય:-
રોમન લોકોને-પ્રજાને-ગ્રીક રીતભાતો તેમજ જીવન શૈલી માટે બહુજ ઊંચો આદરભાવ હતો. તેમ છતાં તેમણે ગ્રીકોએ આપેલાં મોટાભાગનાં વિકસિત નવસર્જનોને પોતાની નોંધપાત્ર વ્યવસ્થા શક્તિ અને સમજ દ્વારા સુધારીને નવા સ્વાંગમાં રજૂ કર્યા. તેમના નિયંત્રણ નીચે(રાજકીય તેમજ સાંસ્કૃતિક બંને રીતે) પશ્ચિમમાં વિશાળ મોટામાં મોટુ સામ્રાજ્ય હતું. ઘણા લાંબા સમયગાળા સુધી રોમન સામ્રાજ્યે ઘણા બધા લોકોને અને ભૂમિને શાંતિ તેમજ સમૃદ્ધિ બક્ષી અને પરિણામ સ્વરૂપે માત્ર રોમના ખાસ જાગૃત વર્ગેજ નહીં પણ વેપારી મધ્યમ વર્ગે પણ તટવર્તી ગામડા બાંધવા તેમજ તેના પર્વતો પર'હોલીડે હોમ' (રજા ગાળવાના મથકો)બનાવવા માંડયાં હતાં. અત્યંત વૈભવશાળી લલિતકળાઓ વિશ્વિના જુદાજુદા ખૂણાઓમાંથી એમની સેવાઓમાં ઉપસ્થિત થવા પામી હતી.
3. ભારતમાં મૌર્ય સામ્રાજ્ય:-
ભારતમાં અગાઉના સુફિયાણા કૃષિ અર્થકારણે રોકડીયા પાકની નિકાસને અગત્યની વેપારી કડી બનાવી દીધી હતી. કાચા (ખનીજ)લોખંડમાંથી શુધ્ધ લોખંડ બનાવી શસ્ત્રો બનાવવામાં વાપરવાની રીત એ પૂર્વવૈદિક કાળનો બીજો અગત્યનો ધંધો હતો. ઓજારો અને કાપડ ઉદ્યોગ એ ભારતીય ઉદ્યોગ-ધંધાનું વધુ સુધરેલ ઉત્પાદન હતું. સમકાલીન ગ્રીક અને હીક્ષુ વિદ્વાનોએ ભારતીય ચમત્કારીક ભવ્યતા તથા તેની દંતકથા સમી સંપત્તિની નોંધ લીધેલ છે.
એશિયા અને યુરોપ વચ્ચેના જમીનમાર્ગો પરના પૂર્વ શાસિત વિદેશી વેપારી માર્ગોને કારણે વેપારી સફરો(ખેપો) એ ભારતીય લોકજીવનની એક અગત્યની ઓળખ બની ચૂકી હતી. એટલા માટે વણઝારાઓની ક્તારોમાં આ સમયગાળા દરમ્યાન સારી એવી વૃદ્ધિ થવા પામી હતી.. ઋચાઓ અને મહાકાવ્યોમાં આપણી આ નસીબદાર ઘટના અને ધાર્મિક બલિદાનોની પણ અત્યંત લોકપ્રિય ઉત્સવ-પ્રસંગોમાં ગણતરી થતી હતી.
2. માગપ્રેરિત વ્યવસ્થા વિષે સમજાવો?
જવાબ:- પ્રવાસનની માંગ પાછી ઠેલી શકાય છે અથવા તો તે ઘણુંખરું અભિપ્સાઓને પૂર્ણ કરવાની કથાએ રહેતી હોવાથી નીતિ ધડવૈયાઓ દ્વારા પ્રવાસીઓની જરૂરિયાતો અને તેમના ઉદેશોને મહદ્અંશે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ એમ પણ કહી શકે કે પુરવઠાની બાબતમાં ઉત્પાદન વલણો અને સાધનોનો ઉપયોગ, ટેક્નૉલોજી, શ્રમ અને મૂડી વગેરેનો ઘણું કરીને વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. જ્યારે પ્રવાસન-વ્યવસ્થાનું વાતાવરણ માગ પ્રેરિત હોય ત્યારે પ્રવાસન વધુ બહિર્ગામી વલણ ધરાવે છે એટલે કે સ્થાનિક રહેવાસીઓની નહિ, પરંતુ પર્યટકોના સંતોષ પ્રત્યે વધુ ધ્યાન આપે છે. દાખલા તરીકે ભારતીય પ્રવાસનને સર્વગ્રાહી રીતે જોઈએ તો 62.3 મિલિયન જેટલા સ્થાનિક પર્યટકોની ઉપેક્ષા કરી છે. આનું કારણ એ છે કે વિશ્વના પરિપેક્ષ્યમાં પ્રવાસનની સફળતા માટે જેનું મહત્ત્વ છે, તે છે પર્યટકોના વિશ્વબજારમાં હિસ્સો. આપણી ઐતિહાસિક અગ્રિમતા યુરોપ સાથે સંકળાયેલી છે, તે જોતાં માગ પ્રેરિત સ્થિતિમાં ભારતમાં સીધા વિમાની ઉડ્ડયનોનો અભાવ એક મોટા અવરોધરૂપ બને છે. દાખલા તરીકે બેલ્જિયમ પર્યટકોને ભારતનો પ્રવાસ ખૂબ મોંઘો પડે છે, કારણ કે તેમણે પેરિસ થઈને વિમાની પ્રવાસ કરવો પડે છે. એટલે જ પ્રવાસન-વ્યવસ્થાની જરૂરિયાત એ છે કે પ્રર્યટકોની માંગ સંતોષવી હોય તો ભારતે મુક્ત આકાશ(Open sky)ની નીતિ અપનાવવી જ પડશે.
ભારતીય પર્યટકો વસ્તુઓ સમૃદ્ધિ અને મહત્તાની દ્રષ્ટિએ યોગ્ય રીતે પ્રસિદ્ધ હોવા છતાં તેમાં પાયાના માળખાની સધ્ધરતા અને વૈવિધ્યનો અભાવ જોવા મળે છે. ત્રીજા વિશ્વના પ્રવાસન સ્થળોને જ પ્રવાસન સ્થળો તરીકે જોવામાં આવતાં હોવાથી પાયાના માળખા અને ઉપરી માળખાનાં ધોરણો પુરોપીય પરિપેક્ષ્યમાં મૂલવવામાં આવે છે. ત્રીજા વિશ્વની સરકારો પણ સ્થાનિક પ્રવાસનને સરકારી સહાય આધારિત વિકાસ તરીકે અને બાહ્ય પ્રવાસનની વૃદ્ધિને એક એવી પ્રવૃત્તિ તરીકે નિહાળે છે. કે જેને અંકુશમાં રાખવી જ જોઈએ એવું તે માને છે. હકીકત એ છે કે 1992માં આપણે ત્યા આંતરિક પર્યટકો કરતાં બાહ્ય પ્રવાસીઓ વધુ હતા, જે આપણી પ્રવાસન નીતિની નિષ્ફળતાના પરિણામ સ્વરૂપે જોવામાં આવે છે. હકીકતમાં તમામ દેશો વિદેશી હુંડિયામણના પરિબળના લીધે આંતરરાષ્ટ્રિય પરિપેક્ષ્યમાં જ પ્રવાસનને બાનમાં લે છે અને અન્ય બાબતો(પાસાઓ)ને નહિવત ગણે છે. પ્રવાસનની માગને જે આકાર આપે છે, એવાં પરિબળો આથી આંતરરાષ્ટ્રિય સંદર્ભમાં તપાસવામાં આવે છ જેવાં કે :-
1. આરામનો સમય : રજાઓ, વેકેશન, નિવૃત્તિવય, ઘટતું જતું કાર્ય, અઠવાડિક રજા.
2. જીવનચક્રનો તબક્કો : પ્રવાસન માટે જરૂરી સમય અને નાણાં.
3. ગતિશીલતામાં વધારો : હવાઈ અને માર્ગ-વાહનવ્યવહારનું ખર્ચ, તેમજ તેને પહોંચી વળવાની ક્ષમતા.
4. કાર્યની વિવિધ તરાહ : સમયની પરિવર્તનીયતા
5. સમૃદ્ધિ : વાસ્તવિક આવકોમાં વૃદ્ધિ
6. શ્રમદળમાં સ્ત્રીઓનું પ્રમાણ
7. લગ્ન પરત્વેનો દૃષ્ટિકોશ
8. ગૃહ પ્રવૃત્તિઓની સરળતા માટે વધેલી સગવડો
9. નાનાં કુટુંબો, ઉચ્ચશિક્ષણ અને દીર્ઘાયુષી જીવન તરફ વધેલો ઝોક
10. વધતું જતું શહેરીકરણ અને સ્થળાંતર
આ પરિબળોની પૂર્ણક્ષમતા વિકસાવવા પ્રવાસી સ્થળો પાસે નીચેની બાબતો હોવી જોઈએ :
* આ સ્થળોએ પહોંચવા માટે નિર્ધારિત સમયની વિશિષ્ટ અને સ્થાનિક હવાઈ સેવાઓ વધુ ને વધુ પ્રમાણમાં હોવી જોઈએ.
* તેણે બજારવિનિમયદર(અવમૂલ્યન)ને પ્રોત્સાહિત અને ફુગાવાને અકુશિત કરવો જોઈએ.
* વેપાર ચક્રોનું પુનર્ગઠન કરવું જોઈએ.
* વીઝા અંકુશો હળવા કરવા જોઈએ, તેમજ પ્રવાસન અંગેના શિક્ષણ અને ભાષા-કૌશલ્યને પ્રોત્સાહન આપવું જોઈએ.
* વાતાવરણ સામે ટેક્નોલૉજી (દા.ત. એરકન્ડિશન)નો ઉપયોગ કરવો જોઈએ.
* આરોગ્યની સલામતી બક્ષવી જોઈએ અને પ્રદૂષણને અંકુશમાં રાખવું જોઈએ (સ્વાસ્થ્ય માટે આંતરરાષ્ટ્રિય કક્ષાનું પાલન કરવું જોઈએ), અને
* પ્રવાસીઓ સલામતીનો અનુભવ કરી શકે, તે માટે રાજકીય સ્થિરતાની ખાત્રી આપવા રાજકીય મતભેદો મિટાવવા જોઈએ.
વિભાગ – ગ નીચે આપેલ ટૂંકનોંધ 300 શબ્દોમાં લખો.
1. ભારતમાં ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ વિષે સમજાવો?
જવાબ:- (1). Ι.Α.Τ.Ο. (The Indian Association of Tour Operators)
અખિલ ભારતીય પ્રવાસ આયોજક મંડળની સ્થાપના 1981માં કરવામાં આવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય સમાજ અને સદ્ભાવને પૂર્ણરૂપે લાભપ્રદ થાય તે રીતે વિકસાવવાનો છે. પ્રવાસ આયોજકોના સંયુક્ત જૂથ તરીકે આ મંડળ ભારતમાં પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન અને મદદ પૂરી પાડે છે. આ કાર્ય કાં તો પ્રત્યક્ષ રીતે અથવા તો અન્ય જૂથો અને આ કાર્ય કરતી પેઢીઓ (Agencies) સાથે ચર્ચા-વિચારણા તેમજ મુલાકાત દ્વારા કરવામાં આવે છે.
(2). ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TA.A.I)
1951ના વર્ષમાં ભારતના 12 અગ્રણી પ્રવાસ એજન્ટોને એવું લાગ્યું કે 'પ્રવાસ ઉદ્યોગને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા અને સુચારુ વેપાર સિદ્ધાંતોના અનુસંધાનમાં પ્રવાસ ઉદ્યોગ કાર્ય કરે તે માટે એક સંગ્રહન ઊભું કરવાનો સમય પાકી ગયો છે.' આમ TA A.I સંસ્થા અસ્તિત્વમાં આવી. તેનો પ્રાથમિક હેતુ આ પ્રમાણે હતો :
* આ ઉદ્યોગમાં રોકાયેલા લોકોનાં હિતનું રક્ષણ કરવું.
* તેનો શ્રેણીબદ્ધ વિકાસ અને વૃદ્ધિ કરવી, અને
* પ્રવાસીઓને બેઈમાન અને અવિશ્વસનીય આયોજકો દ્વારા થતાં શોષણ સામે રક્ષણ આપવું.
(3). ધી ફેડરેશન ઑફ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઑફ ઇન્ડિયા(F.H.R.A.I.)
શ્રી ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઑફ ઇન્ડિયાની સ્થાપના 1945માં થઈ હતી અને ઇન્ડિયન કંપનીઝ હેઠળ 7 ડિસેંભર 1955માં તેનો એક કંપની તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશમાં કાર્યરત્ એવા 4(Four) પ્રાંતીય સંગઠનો જેવા કે હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસીએશન ઓફ ઇસ્ટ ઇન્ડિયા-કલકત્તા હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ નોર્ધન ઈન્ડિયા-ન્યૂ દિલ્હી, હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન (પશ્ચિમ ભારત) -મુંબઈ, અને ધ સાઉથ ઈન્ડિયન હોટેલ્સ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન -મદ્રાસ, વડે આ સંગઠન ઊભું થયું હતું.
સંગઠનના મુખ્ય ઉદ્દેશો આ પ્રમાણે છે :
* ચાર પ્રાંતીય સંગઠનોને પ્રતિનિધિ રાષ્ટ્રીય સંગઠનમાં જોડવા.
* સમગ્ર ભારતમાં સ્થિત હોટેલ અને રેસ્ટોરેન્ટ ઘટકો વચ્ચે રાષ્ટ્રીય બંધુત્વ કેળવવું.
* હોટેલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગને લગતા વિષય પરના તમામ પ્રશ્નોની વિચારણા કરવી અને નિર્ણયો લેવા.
* માહિતીકેન્દ્ર તરીકે કાર્ય કરવું અને હોટેલ તેમજ રેસ્ટોરન્ટ ઉદ્યોગને લગતી આંકડાકીય તેમજ અન્ય માહિતી પ્રસારિત કરવી અને તેના મહત્ત્વ વિષે તેના સભ્યોને સલાહ-સૂચનો આપવા.
* ખાસ કરીને હોટેલ્સ અને રેસ્ટોરેન્ટસ દ્વારા ભારતના યજમાન ઉદ્યોગનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વિકાસ કરવો અને તેનું બજાર ઊભું કરવું.
* યોગ્ય પ્રોત્સાહનો પૂરાં પાડીને હોટેલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગનો ઝડપી વિકાસ સિદ્ધ કરવા મંત્રાલય, પ્રવાસન વિભાગ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય લાગતા-વળગતા ખાતાઓ અને એજન્સીઓ સાથે સંપર્ક અને સંકલન સાધવું અને હોટેલ અને રેસ્ટોરેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોને ધ્યાનમાં લેવા. બને ત્યા સુધી ઉદ્યોગની ફરિયાદોના ઉકેલ માટે તે જરૂરી છે.
2. માર્ગ પરિવહન અને રેલ પરિવહન અંગે સમજૂતી આપો ?
જવાબ:- માર્ગ પરિવહન:-
આજે ભારતમાં પરિવહનના મુખ્ય ચાર સાધનો ઉપલબ્ધ છે. જેમાં....
* માર્ગ પરિવહન
* રેલ પરિવહન
* જળ પરિવહન અને
* હવાઈ પરિવહનનો સમાવેશ થાય છે. એ સથળાં સાધનો પૈકીના માર્ગ પરિવહન અંગે અત્રે સૌ પ્રથમ ચર્ચા હાથ ધરીશું.
ભારતીય માર્ગોને મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચી શકાય તેમ છે.
1. રાષ્ટ્રીય રાજમાર્ગો :
એવા મુખ્ય માર્ગો છે કે જે દેશની રાજધાનીને રાજ્યોની રાજધાનીઓ, મુખ્ય બંદરો તેમજ અન્ય ઘણા બધા ધોરી માર્ગો સાથે સાંકળી લેતા હોય છે. 1988 સુધી ભારતમાં કુલ 19 લાખ કિલોમીટરના માર્ગો હતા. તેમાં 2% માર્ગો રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. ભારતની કુલ અવરજવરનો 40 % ભાર વહન કરે છે. રાજ્ય ધોરીમાર્ગો, રાજ્યની રાજધાનીને જિલ્લાની કચેરીઓ, રાજ્યનાં મુખ્ય શહેરો, નગરો, રાષ્ટ્રીય ધોરી માર્ગો તેમજ પડોશી રાજ્યોના ધોરીમાર્ગો સાથે સાંકળતા હોય છે.
2. જિલ્લાના માર્ગો :
લોકોને મુખ્ય માર્ગો દ્વારા જિલ્લાના અંતરિયાળ તેમજ ગ્રામ્ય માર્ગ તેમજ અન્ય જિલ્લા માર્ગ એમ વિભક્ત કરવામાં આવેલ છે. મુખ્ય જિલ્લા માર્ગો પાકા (ડામરના) તેમજ સારી કશાના હોય છે. જ્યારે અન્ય જિલ્લા માર્ગો પ્રમાણમાં ઉતરતી કક્ષાના હોય છે.
3. વર્ગીકૃત ગ્રામ્ય માર્ગો :
જુદાં જુદાં ગામોને પરસ્પર સાંકળતા હોય છે અને તે અન્ય મુખ્ય મુખ્ય ધોરીમાર્ગો, રેલ્વે સ્ટેશનો તેમજ નદીઘાટો વગેરેને સાંકળી લેતા હોય છે. આ માર્ગો ગામ્ય વિસ્તારોને આધારભૂત આંતરમાળખું પૂરું પાડતા હોય છે.
4. બિનવર્ગીકૃત ગામ્યમાર્ગો:
મોટેભાગે કાચા હોય છે. તેની સ્થિતિ અત્યંત કફોડી હોય છે. તે માર્ગ ગ્રામવિસ્તારો સુધી જ જતા માર્ગો હોય છે.
ભારતના 2/3 ગામો (લગભગ 4 લાખ)માં સ્થાઈ માર્ગો નથી જ્યારે 1/3 ગામોમાં તો કોઈ માર્ગો છે જે નહીં. અત્રે એ ધ્યાન રાખવું જોઈએ કે 1951 માં ભારતમાં 4 લાખ કિલોમીટર જેટલા માર્ગો હતા. જે 1988 સુધીમાં 19 લાખ કિલોમીટર જેટલા થઈ ચૂક્યા છે. ભારતીય પ્રવાસન સંથ(I. A.T. O.) ના મેન્યુઅલ અનુસાર ''મોટાભાગની સડકો સારી છે. પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય અભયારણ્યો સુધી જતાં માર્ગો દર વખતે સારી સ્થિતિમાં જોવા મળતા નથી." પરિશિષ્ટ - 1માં આપણે કેટલાંક પ્રવાસધામો તેમજ ત્યાંનું અંતર તેમજ પ્રવાસ સમયનાં ઉલ્લેખ કરેલ છે.
રેલ પરિવહન:-
લાંબા અંતરની મુસાફરી માટે રેલવે સૌથી વધુ યોગ્ય પરિવહન સાધન છે. ભારત જેવા વિશાળ દેશમાં આ પરિવહનનું મુખ્ય સાધન ગણાય છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી 8,000 કિલોમીટરથી વધુ રેલ્વે લાઈન પાથરવામાં આવી. હાલમાં ભારતમાં કુલ 62,000 કિલોમીટર જેટલી રેલ્વે લાઈન પાથરેલી છે. જેમાં 12% લાઈનો પર વીજળીથી રેલ્વે ચલાવવામાં આવે છે. સરકારી ક્ષેત્રમાં એક વ્યવસ્થા અનુસાર ચાલતી ભારતીય રેલ્વે એશિયાની સૌથી મોટી અને દુનિયાની બીજા નંબરની સૌથી મોટી રેલ્વે વ્યવસ્થા છે. ભારતમાં ત્રણ પ્રકારની રેલ્વે લાઈનો છે.
(i) મોટી લાઈન (બ્રોડ ગેજ, 1.67 મીટર)
(ii) નાની લાઈન (મીટર ગેજ, 100 મીટર)
(iii) સાંકળી લાઈન (નેરો ગેજ, 0.76 અને 0.61 મીટર)
એમાં 55% મોટી લાઈનો છે. જેના પર 85% અવરજવર થાય છે. ભારતીય રેલ્વે, ઓછા અંતરના પર્યટકો કરતાં લાંબા અંતરના પર્યટકો પર વિશેષ ધ્યાન આપે છે. આવી નજીકની અવરજવર ઓછા ખર્ચમાં પૂરી કરી શકાય છે.
રેલ્વે દ્વારા પૂરી પાડવામાં આવતી ઉપર્યુક્ત સુવિધાઓ તેમજ રેલ્વે દ્વારા દેશના જુદાં જુદાં સ્થળોને સાંકળી લેવાની ક્ષમતાને નજર સમક્ષ રાખીને આપ આપના પર્યટકો માટે વિવિધ પ્રકારના પ્રવાસ કાર્યક્રમો થડી શકો છો.
3. ભોમિયાની ભૂમિકા અંગે ચર્ચા કરો?
જવાબ:- ભોમિયાની ભૂમિકા:-
આજે જે રીતે જોવામાં આવે છે તે ભોમિયાની ભૂમિકા પાછળ એક ઈતિહાસ રહેલો છે. હકીકતમાં તે બે જુદી ભૂમિકાઓનું મિશ્રણ છે.એક જે પરંપરાગત રીતે અજાણ્યા પ્રદેશ સુધી દોરી જાય અને બીજો કોઈપણ પ્રકારના પ્રવાસ માટે સલાહકાર હોય. બંને ભૂમિકાઓનો હંમેશાં સુમેળ થતો નથી. પરંતુ આજે બંને ભૂમિકાઓ જુદા જુદા પ્રમાણમાં ભોમિયામાં અસ્તિત્વ ધરાવે છે. આપણા દેશના સંદર્ભમાં આપણે કહી શકીએ કે, પહેલાની ભૂમિકામાં આપણી પાસે સ્થાનનો ભોમિયો અને બીજી ભૂમિકામાં શહેરોના પ્રવાસનો ભોમિયો છે.
1. સ્થળ:-
સ્થળના ભોમિયા નેતાઓ છે, જે પર્યટકોને અત્યાર સુધી અજાણ્યા અને થોડા પ્રમાણમાં જાણીતા ભૂપ્રદેશ સુધી લઈ જાય છે. ભૂપ્રદેશના પ્રકાર વિવિધતા ધરાવતા હોવાથી ભોમિંયાની ભૂમિકા પણ વિવિધ છે. પર્યટકોના પ્રવાસના હેતુ અનુસાર ભારતમાં સ્થળના ભોમિયાઓનું કેટલાક વિભાગોમાં વર્ગીકરણ કરી શકાય. અહીં આપણે ત્રણ સામાન્ય પ્રકારનાં વિગતવાર વર્ણનો પસંદ કર્યાં છે.
* આ યાદીમાં સ્વાભાવિક રીતે પ્રદેશના ઇતિહાસના પૂરતા જ્ઞાનની જરૂરિયાત સર્વપ્રથમ હોય, જેથી સ્મારકનું વર્ણન તે સંદર્ભમાં કરી શકે.
* ભોમિયો શૈલી અને સ્થાપત્યની વિગતોનો સારી રીતે જાણકાર હોવો જોઈએ.
* સ્મારકને લગતી બધી ઐતહાસિક હકીકતો જેવી કે સ્મારકના બાંધકામની તારીખ, બાધકામ માટે જવાબદાર, લાગેલો સમય, તેની ડિઝાઈન અને સ્થાપત્ય, સ્મારકનો હેતુ વગેરેનું જ્ઞાન ભોમિયાને હોવું જોઈએ.
* ભોમિયો ઈતિહાસમાંથી કાલ્પનિક વાર્તાઓને ચાળી શકતો હોવો જોઈએ-દૂર કરી શકતો મોવો જોઈએ. તેમ છતાં એવું સૂચન નથી કે છૂટક પ્રસંગોનું વર્ણન રદ કરવું. તેનું સંક્ષિપ્તમાં વર્ણન ચોક્કસ
* ભોમિયાએ પુરાવાઓની ગેરહાજરીમાં પોતાની જાતે ઈતિહાસ રચવો જોઈએ નહિ.
આપણે તેથી આગ્રહ રાખીશું કે:
* સંગ્રહસ્થાન વિશે વિગતવાર માહિતી એકત્ર કરો.
* આ માહિતીને અનુકૂળ શ્રેણીમાં ગોઠવો.
* પ્રસંગોપાત્ત માહિતીને ચાળો, અને
* નિયમિત રીતે માહિતીને નવીનતમ રાખો. સાથોસાથ, જ્યારે તમે મુલાકાતીને સંગ્રહસ્થાનમાં માર્ગદર્શન આપતા હો ત્યારે, તમારે જાણવું જોઈએ કે,
* પ્રવાસીને સંગ્રહસ્થાનમાં કેટલો સમય ગાળવાનો છે, અને
* તેમના રસનો વિસ્તાર.
તે અનુસાર કૃતિઓ ઉપરનું સંભાષણ ગોઠવી શકો, અને નક્કી કરી શકો કે, શું દર્શાવવું, માત્ર સ્પર્શ કરવો અને માત્ર ઉપલક સંદર્ભ આપવો.
* તમારે વન્યજીવન સંરક્ષણનો પ્રવાસ ઇચ્છતા પર્યટકસમૂહનું રેખાચિત્ર મેળવી લેવું જોઈએ.
(અ) પ્રવાસનો હેતુ (દા.ત.મનોરંજન, આરામ, પ્રકૃતિનો અભ્યાસ વગેરે)
(બ) પર્યટકોની વર્તનલક્ષી ખાસિયતો.
* નીચે દર્શાવેલા વન્યજીવન પ્રવાસના સમસ્યાનાં ક્ષેત્રો તમારે સમજવાં જોઈએ.
(અ) સમય-વન્યજીવન સંરક્ષણનો સમય માત્ર દિવસે જ રાખવામાં આવે છે, તેથી પ્રાણીઓ જોવા માટે સાંજ કે રાતની શક્યતાઓ દૂર કરવી.
(બ) પહોંચ-ક્ષમતા-ઘણાં સ્થળોએ સહેલાઈથી પહોંચી શકાતું નથી તેમજ પર્યાપ્ત તૈયારીઓ હોતી નથી. બે મહત્ત્વના મુદાઓ, જેના ઉપર તમે વધુ બાન આપો તેમ ઇચ્છીએ છીએ, તે મુદ્દાઓમાં પ્રવાસીઓ માટે પ્રવાસ માટેનું સંભાષણ, ઉપયોગી સામગ્રી અને પ્રવાસ સૂચનોનો સમાવેશ થાય છે.
હવે બધું જ તૈયાર છે, વાહન પ્રસ્થાન કરે છે. અહીં તમારે યાદ રાખવું જોઈએ કે :
* પ્રવાસની લંબાઈ શારીરિક રીતે ભારરૂપ ન થવી જોઈએ.
* પ્રવાસ દરમ્યાન પર્યાપ્ત રોકાણો હોવાં જોઈએ.
* ખરીદી માટે પૂરતો સમય આપવો જોઈએ, અને
* તમારે કેટલીક સમસ્યા જેવી કે પર્યટકની એકાએક માંદગી, સામાન, પાસપોર્ટ, નાણાં વગેરે ગુમ થવા અને પ્રવાસી સભ્યના ખોવાઈ જવાના સમયે કાળજી લેવી જોઈએ.
વિભાગ- ઘ નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. (5 X 1 = 05)
1.પ્રવાસમાં પ્રવાસનેતા તરીકે ક્યા કાર્ય કરવાના હોય છે ?
A. આયોજન
B. તૈયારી
C. વિશિષ્ટ પરિસ્થિતિ
D. આપેલ તમામ
જવાબ:- D. આપેલ તમામ
2.ભારત દેશમાં પરિવહનના મુખ્ય કેટલા સાધનો ઉપલબ્ધ છે ?
A. ચાર
B. પાંચ
C.સાત
D. આઠ
જવાબ:- A. ચાર
3.નીચેનામાંથી સામાન્ય સેવાઓ કઈ છે ?
A. સ્થાનિક પરિવહન સેવા
B. ટૂરિસ્ટ પોલીસ
C. સંચાર વ્યવસ્થ
D. આપેલ તમામ
જવાબ:- D. આપેલ તમામ
4.નીચેનામાંથી આર્થિક નિયમન કયું નથી ?
A. ચલણ
B. વીમો
C. આવકવેરો
D. રસીકરણ
જવાબ:- D. રસીકરણ
5.નીચેનામાંથી પ્રાચીન સમયના સ્ત્રોત ક્યાં છે ?
A. અભિલેખો
B. ભીંત ચિત્રો
C. A અને B બંને
D. એકપણ નહિ
જવાબ:- C. A અને B બંને
